Friday, Oct 24, 2025

ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડવાથી અત્યાર સુધી 9 મજૂરોના મોત

2 Min Read

ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત થયા છે. કેટલાક દબાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. દુર્ઘટના જસલપુર નજીકના ગામમાં થઈ છે. નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી ધસી પડી, જેની નીચે કામ કરી રહેલા મજૂરો દબાઈ ગયા. ઘટનાસ્થળે પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ હાજર છે.

આ દુર્ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જસલપુર ગામ નજીક થઈ, જ્યાં એક ખાનગી કંપનીની દીવાલ બનાવતી વખતે માટી ધસી પડવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘટનાસ્થળે પોલીસ બળ તૈનાત છે.

પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા. 9 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

પીએમઓ ટ્વીટ કર્યું કે, “ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે: પીએમ”

આ પણ વાંચો :-

Share This Article