Saturday, Sep 13, 2025

સુરતમાં તંત્ર દ્વારા અત્યાર સુધી 300 લોકોનું રેસ્ક્યૂ કરાયુ

3 Min Read

સુરતમાં વરસાદ બંધ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 300 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાં બે લોકોના તણાઈ જવાથી મોત થયા છે. SDRF, NDRF અને પોલીસની ટીમો લોકો માટે દેવદૂત બની છે. અસરગ્રસ્ત લોકોને સરકારની મદદ મળે તેવા તંત્રના પ્રયાસો છે. તલાટી સહિતના અધિકારીઓને હજુ સ્થળ ન છોડવાના આદેશ છે.

સુરત જળમગ્નઃ ખાડીપૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી, હજુ વરસાદની આગાહી 1 - image

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસથી સતત વરસી રહેલા વરસાદે બુધવારે રાત્રે વિરામ લીધો હતો. સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે ખાડીમાં આવક થતાં ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઇ છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઇ ગયું છે.

અને ક પરિવારો ચાર દિવસથી પાણી હોવાથી તેઓ લાઈટ વગર રહી રહ્યાં છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે. સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને ગટરના પાણી બેક મારી રહ્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં સુરતીલાલાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.

સુરત શહેરના વરાઝા, પાસોદરા, કઠોદરા, વેલંજા, રાજીવનગર, સરથાણા વ્રજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભેદવાડ ખાડી વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળતાં અસરગ્રસ્ત લોકોના રેસ્ક્યુ કરાયા છે તો આ તરફ વરાછા ઝોન, સરથાણા ઝોન, લિબાયત ઝોન, ઉધના ઝોન –એ, ઉધના ઝોન – બી, અઠવા ઝોનમાં કુલ 955 અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી અને 17,770 ફુડ પેકેટની વહેંચણી કરવામાં આવી છે. ભારે વરસાદના લીધે શહેરના સરથાણા ખાતે આવેલ આદર્શ નિવાસી આશ્રમ શાળામાં પાણી ભરાતા 38 છોકરા, 57 છોકરીઓ, 16 અન્ય સ્ટાફ એમ કુલ 111 વ્યક્તિઓને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરી જેઓની રહેવા-જમવાની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. તો બીજી તરફ સુરત કલેક્ટરે સુરતવાસીઓને સાવચેતી રાખવા અને ઇમરજન્સીની સ્થિતિમાં જાહેર કરાયેલા કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article