Friday, Oct 31, 2025

સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો, વનડેમાં ખડકયા 435 રન

2 Min Read

મહિલા ભારતીય ટીમે આજે (15 જાન્યુઆરી) આયર્લેન્ડ સામેની ત્રીજી ODI મેચમાં ઇતિહાસ બનાવ્યો છે. મહિલા ટીમે ODIમાં પહેલી વાર 400થી વધુનો સ્કોર બનાવ્યો. આ ઉપરાંત પુરુષો અને મહિલા બંને ટીમોમાં સૌથી વધુ સ્કોર પણ બનાવ્યો. એકંદરે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની મહિલા શક્તિ જોવા મળી. રાજકોટમાં આયર્લેન્ડ સામે રમતી વખતે ટીમ ઈન્ડિયાએ પહેલાં રમતી વખતે ત્રીજી વનડેમાં 50 ઓવરમાં 435/5 રન બનાવ્યા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે જોરદાર શરૂઆત કરી.

ટીમ ઈન્ડિયાએ 12 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામેની બીજી ODIમાં 370 રન બનાવ્યા હતા, જે ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ માત્ર 72 કલાકમાં જ ટીમ ઈન્ડિયાએ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટીમ ઈન્ડિયાને 400થી આગળ લઈ જવામાં ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પ્રતિકાએ 129 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી. વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે. જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ માત્ર 80 બોલમાં 135 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ માત્ર 70 બોલમાં સદી ફટકારી અને ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા ભારતીય ક્રિકેટર બની.

મંધાનાએ તેના વનડે કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. 80 બોલમાં 135 રનની ઇનિંગ રમ્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી. મંધાનાના સિવાય ફક્ત મેગ લેનિંગ (15), સુઝી બેટ્સ (13) અને ટેમી બ્યુમોન્ટ (10) એ વનડે ઇતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારી છે. ભારત માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે મિતાલી બીજા સ્થાને છે. આ ભૂતપૂર્વ ખેલાડીએ 7 સદી ફટકારી હતી.

આ પણ વાંચો :-

Share This Article