Monday, Dec 8, 2025

પહેલગામમાં હુમલો કરનાર શંકાસ્પદ 3 આતંકીઓના સ્કેચ જાહેર

2 Min Read

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પર્યટકોની પૂછપરછ બાદ સ્કેચ તૈયાર કરાયા છે. આ સ્કેચ હવે જાહેર કરાયા છે.પર્યટકોનાં જણાવ્યા અનુસાર, 2 આતંકી પશ્તોન ભાષામાં વાતચીત કરતા હતા. હુમલાખોરોમાં બે વિદેશી આતંકી પણ સામેલ હોવાની વાત સામે આવી છે. જ્યારે, સ્થાનિક આતંકી બિજબેહરા અને ત્રાલના હોવાની માહિતી છે. આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર AK-47 થી ફાયરિંગ કર્યુ હતું.

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં રજાઓ માણવા આવેલા પ્રવાસીઓ પર કેટલાક આતંકીઓએ હુમલો કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આંતકવાદીઓ પોલીસ અને આર્મીની યુનિફોર્મમાં ત્યાં આવ્યા હતા અને પર્યટકોને ધર્મનું પૂછીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓનાં મોત નીપજ્યા છે. જ્યારે 17 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.

Share This Article