Sunday, Dec 7, 2025

રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો

2 Min Read

રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. SITએ ૧૦ મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો. પોલીસ, RMC, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો SITના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યુ. ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી. ૩ વર્ષથી ગેમઝોન ચાલતુ હોવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ઉલ્લેખ છે.

રાજકોટ અગ્નિકાંડ : ભાજપના નેતાઓ સામે કડક પગલાં લેવા રાજ્ય સરકાર પર વધતું દબાણ | Rajkot Game Zone Fire Increasing pressure on government to take action against the guilty leadersરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની સીધી રીતે ગંભીર બેદરકારી આવી સામે છે. ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં પણ કોઈ પગલા ન લેવાયા હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે TRP ગેમ ઝોન રહેણાક હેતુ માટે બિનખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો. ઈમરજન્સી દરમિયાન શું કરવું તેની કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી.

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ કુલ ૬ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

રાજકોટ માટે ૨૫ મેનો દિવસ કાળો સાબિત થયો કારણ કે શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કુલ ૨૭ જેટલા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article