Thursday, Oct 23, 2025

શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ પૂનાવાલાને પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર !

2 Min Read

દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલા વિશે મોટા માહિતી બહાર આવી છે. અહેવાલો મુજબ, આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. મહત્ત્વપૂર્ણ છે કે, પૂનાવાલા પર મે 2022માં શ્રદ્ધા વોકરની કથિત રીતે હત્યા અને પછી તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તિહાર જેલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. જેલમાં આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

તિહાર સૂત્રોએ માહિતી આપી છે કે, જેલ પ્રશાસન મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ધ્યાનમાં લઈને શ્રદ્ધા વોકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની સુરક્ષાને લઈને સતર્ક છે. આફતાબ પૂનાવાલા તિહાર જેલ નંબર 4મા બંધ છે. તિહારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેઓએ મીડિયામાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લીધા છે.

શુભમ લોણકરને મૂળ તો આર્મીમાં જવું હતું. તેણે એ માટે 2018માં પરીક્ષા પણ આપી હતી, પણ એમાં તે ફેલ થયો હતો. એ પછી તે લૉરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત થયો અને તેણે બળાત્કારીઓને મારી નાખી સમાજને સાફ કરવા માટે ‘બલાત્કારી લોગ’ નામનું એક વૉટ્સઍપ-ગ્રુપ બનાવ્યું હતુ. શુભમ ત્યાર બાદ લૉરેન્સના ભાઈ અનમોલના સીધા સંપર્કમાં આવ્યો અને એ પછી તેણે અઝરબૈજાન અને નેપાલમાં અદ્યતન વેપન ચલાવવાની તાલીમ લીધી હતી. એ પછી તેને આફતાબની હત્યાની સુપારી અપાઈ હતી. જોકે એ વખતે તેને ટ્રેઇન્ડ શૂટર્સ નહોતા મળી રહ્યા એટલે એ પ્લાન પોસ્ટપોન કરવો પડ્યો. દરમ્યાન બિશ્નોઈ ગૅન્ગે તેને બાબા સિદ્દીકીની હત્યાની સુપારી આાપી હતી.

આ પણ વાંચો :-

Share This Article