Friday, Oct 24, 2025

સલમાનના ઘરે ફાયરિંગ આરોપી અનુજ થાપનને કર્યો આપઘાત

2 Min Read

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. અનુજ પર શૂટરોને હથિયાર પૂરા પાડવાનો આરોપ છે. અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અનુજ થાપને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું છે.

article-logoમુંબઈ પોલીસના સૂત્રએ જણાવ્યું હતું કે આરોપી અનુજ થાપને ચાદર વડે આત્મહત્યા કરી હતી. જણાવી દઈએ કે આ પહેલા મુંબઈની સ્પેશિયલ કોર્ટે સોમવારે બાંદ્રામાં એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને ૮ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટના વિશેષ ન્યાયાધીશ એએમ પાટીલે આરોપી વિકી ગુપ્તા (૨૪), સાગર પાલ (૨૧) અને અનુજ થાપન (૩૨)ને પોલીસ કસ્ટડીમાં અને સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (૩૭)ને મેડિકલ ગ્રાઉન્ડ પર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

૧૪ એપ્રિલના રોજ સલમાન ખાનના બાન્દ્રા સ્થિત રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે મોટરસાઇકલ સવાર શખ્સે ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ તેઓ ભાગી છૂટ્યા હતા. ગોળીબાર બાદ પોલીસે સલમાન ખાનની હત્યાના આરોપ અંગે એફઆઇઆર દાખલ કરી હતી. પોલીસે ૧૬ એપ્રિલે ગુજરાતના ભૂજ ખાતેથી આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પંજાબમાંથી અનુજની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article