Sharad Pawar
- Maharashtra Politics : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના (Sharad Pawar) ભત્રીજા અજીત પવાર (Ajit Pawar) ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. શરદ પવારે એનસીપીનું (NCP) અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે.
#WATCH | "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
પવારના રાજીનામાં પાછળ અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા પવારની પુત્રી સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આવનારા 15 દિવસમાં બે ધમાકા થશે. એવું લાગે છે કે તેમનો ઈશારો આ અંગે હતો.
આ પણ વાંચો :-