ઇઝરાયલના તેલ અવીવ શહેરની ત્રણ બસોમાં એક પછી એક જોરદાર વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇઝરાયલી પોલીસ તેને શંકાસ્પદ આતંકવાદી હુમલા તરીકે જોઈ રહી છે. આ વિસ્ફોટો બાટ યામમાં થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમણે બે અન્ય બસોમાં લગાવેલા વિસ્ફોટકોને પણ નિષ્ક્રિય કર્યા હતા.
આ હુમલાઓ બાદ, પરિવહન મંત્રી મીરી રેગેવે વિસ્ફોટક ઉપકરણોની તપાસ માટે દેશની તમામ બસ, ટ્રેન અને લાઇટ રેલ સેવાઓ બંધ કરી દીધી છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે IDF ને પશ્ચિમ કાંઠાના શરણાર્થી શિબિરોમાં તેની પ્રવૃત્તિઓ વધારવાનો આદેશ આપ્યો છે.
ઇઝરાયલના મધ્ય શહેર બાટ યામમાં એક પછી એક અનેક બસોમાં વિસ્ફોટ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પોલીસે તેને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બે અન્ય બસોમાંથી વધારાના વિસ્ફોટકો મળી આવ્યા છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. આ હુમલા બાદ દેશભરમાં બસો-ટ્રેનો-લાઇટ ટ્રેન સેવા અટકાવી દેવાઇ છે.
IDF અને શિન બેટ આ હુમલાઓની તપાસ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાં ઉભેલી એક બસમાં આગ લાગી ગઈ છે. કાર સળગતી જોવા મળી. તેલ અવીવ જિલ્લા પોલીસ વડા હૈમ સરગારોફે જણાવ્યું હતું કે વિસ્ફોટક ઉપકરણોમાં ટાઈમર ફીટ કરવામાં આવ્યા હતા. એવું લાગે છે કે આ ઉપકરણો પર કંઈક લખ્યું હતું. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપકરણો પર બદલાની ધમકી લખેલી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.