Sunday, Mar 23, 2025

૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને ગુરુવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

3 Min Read

મેષઃ

માનસિકતા ઉગ્રતા રહે. ઇ‌ચ્છિત આ‍કની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટા‍ળવાય. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ

માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણા ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતમાં સુધારો જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળ્તો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણી શીલતા, સ્નેહ નું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્ય જીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ

આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી ખાંસી કફ થી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપક કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ સ્વાસ્થય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ

નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ વિવાદ ટાળવો. ધંધામાં ચિતા નું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની ‌તબિયત ની ચિતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃ‌શ્ચિકઃ

આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકશે. આવક જાવક નુ પાસુ સરભર થતું જણાય. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં ‍વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ

નાણાંકીય આવક વધતી જણાય. નાનાભાઇ બહેનની ચિંતા હળ‍ી થતી જણાય. માતૃસુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ

સમાજ સેવા ક્ષેત્રે પરોવાય પરિણામે યશ, પ્રતિષ્ઠા વધેય પરિવારમાં આનંગ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી. ડ્રેસ મટીરીયલ, તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

આત્મ વિશ્વાસમાં વધારો થતો અનુભ‍વાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાન ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે.

મીનઃ

મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્ર‌ાપ્તિ ના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

Share This Article