શેરબજારમાં આજે કારોબારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. મજબૂત વૈશ્વિક સંકેતો અને એશિયન બજારોમાં સકારાત્મક વલણને કારણે, ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજે 400થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 23,800 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ગ્રુપના મોટાભાગના શેર લીલા નિશાન પર ખુલ્યા હતા.

નિફ્ટી બેંક 400.60 પોઈન્ટ અથવા 0.78 ટકા વધીને 51,633.60 પર હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 47 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 57,104.90 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 32.35 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 18,765 પર છે.
ટાટા મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, બીપીસીએલ, આઈટીસી જેવા શેર નિફ્ટી પર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. પાવર ગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક જેવા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ક્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ જેવા ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. રિયલ્ટી અને ફાર્મામાં ઘટાડો જોવા મળ્યો હતો.
દરમિયાન ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો સિલસિલો અટકી રહ્યો નથી. યુએસ ટ્રેઝરી યીલ્ડ અને મોટાભાગની એશિયન કરન્સીમાં ઘટાડાને કારણે ગુરુવારે રૂપિયો યુએસ ડોલર સામે સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 85.24 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે મંગળવારે તે 3.85.20 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, ક્રિસમસના કારણે બુધવારે બજાર બંધ હતું.
આ પણ વાંચો :-