શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરવારે ઘટીને ખુલ્યા બાદ ઉછાળે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77288 લેવલ સામે આજે 77087 ખુલ્યો હતો. ઝોમેટો, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક શેરમાં સુધારાથી સેન્સેક્સ મજબૂત થયો અને 250 પોઇન્ટની મજબૂતીમાં 77500 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23486 સામે આજે 23433 ખુલ્યો હતો. નિફ્ટી વધીને 23500 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 200 પોઇન્ટ વધ્યો છે.
આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સના 30 માંથી 20 શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 10 શેરોમાં વધારા સાથે કારોબાર જોવા મળ્યો. ટાટા મોટર્સના શેરમાં ઘટાડો નોંધાયો. નિફ્ટીમાં 50 માંથી 33 શેરમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 17શેરમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. આજે સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટરમાં જોવા મળ્યો.