Thursday, Oct 23, 2025

સેન્સેક્સમાં 1400 પોઇન્ટનો કડાકો, શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુ નુકસાન

4 Min Read

શેરબજારમં 1400 પોઇન્ટનો કડાકો બોલાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં 29 વર્ષની સૌથી લાંબી મંદી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા છે. શેરબજારમાં મંદીથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. મિડકેપ અને સ્મોલકેપ પણ નોંધપાત્ર તૂટ્યા છે. ઘણા શેર 52 સપ્તાહના નીચા ભાવે ટ્રેડ કરી રહ્યા છે. આજે બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તૂટ્યા છે. અમેરિકા એ ચીન પર 10 ટકા ટેરિફ લાદતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટી રહ્યા છે અને માત્ર ત્રણમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45માં ઘટાડો અને માત્ર 5માં તેજી છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સૌથી મોટો ઘટાડો નિફ્ટી ITમાં 3.27%, ઑટોમાં 2.65%, મીડિયામાં 2.50%, સરકારી બેંકોમાં 2.05% અને મેટલમાં 1.82% છે. આ સિવાય ફાર્મા, બેંકિંગ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેવાઓમાં 1% સુધીનો ઘટાડો છે.

શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ 385 લાખ કરોડ રહી હતી. 27 ફેબ્રુઆરીએ તે અંદાજે રૂ. 393 લાખ કરોડ હતો.

ત્રીજા ક્વાર્ટરના GDPના આંકડા આજે જાહેર કરવામાં આવશે. આ પહેલા રોકાણકાર સતર્ક છે. આ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે ગ્રોથનો અંદાજ છે. સરકારી ખર્ચમાં વધારાએ સ્થાનિક માંગમાં ઘટાડાને સરભર કરવામાં મદદ કરી. જો કે, આગળ ગ્રોથ અંગેના અંદાજો થોડા સંયમિત છે.

ગુરુવારે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. આ સિવાય ચીન પર પહેલાથી જ લાગેલા 10% ટેરિફ સાથે 4 માર્ચથી 10% વધારાની ટેરિફ લાદવામાં આવશે. જેના કારણે બજારોમાં દબાણ વધ્યું છે. અમેરિકન અને એશિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

27 ફેબ્રુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 556.56 કરોડના શેર વેચ્યા હતા. વિદેશી રોકાણકારોએ 2025માં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની વેલ્યુના ભારતીય શેર વેચી દીધા છે. આ દરમિયાન, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ આ સમયગાળા દરમિયાન રૂ. 83,000 કરોડના શેર ખરીદ્યા હતા.

જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.59% વધીને 5,861 પર બંધ થયો હતો અને નેસ્ડેક 2.78% વધીને 18,544 પર બંધ થયો હતો.

સપ્ટેમ્બર 2024- ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં નિફ્ટીમાં 575 પોઈન્ટનો વધારો થયો હતો. 30 ઓગસ્ટે નિફ્ટી 25,235 અને 30 સપ્ટેમ્બરે 25,810 પર બંધ થયો હતો.

ઑક્ટોબર 2024- સપ્ટેમ્બરની સરખામણીમાં ઑક્ટોબરમાં બજાર 1605 પૉઇન્ટ ઘટ્યું. 30 સપ્ટેમ્બરે બજાર 25,810 પર હતું, તે 31 ઓક્ટોબરે 24,205 પર બંધ થયું હતું.

નવેમ્બર 2024- ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં નિફ્ટીમાં 74 પોઈન્ટનો ઘટાડો થયો. તે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે 29 નવેમ્બરે 24,131 પર બંધ થયો હતો.

ડિસેમ્બર 2024- ડિસેમ્બર મહિનામાં નિફ્ટીમાં 487 પોઈન્ટનો ઘટાડો થયો. 31 ડિસેમ્બરે બજાર 23,644 પર બંધ થયું હતું.

જાન્યુઆરી 2025- નવા વર્ષના પહેલા મહિનામાં બજાર 136 પોઈન્ટ તૂટ્યું. 31 જાન્યુઆરીએ તે 23,508ના સ્તરે બંધ થયું હતું.

ફેબ્રુઆરી 2025- ફેબ્રુઆરીમાં અત્યાર સુધી ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. જાન્યુઆરીની સરખામણીએ અત્યાર સુધીમાં તેમાં 1269 પોઈન્ટનો ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકારે નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આગામી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તુહિન આગામી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે. તેઓ વર્તમાન ચીફ માધબી પુરી બુચનું સ્થાન લેશે. માધબી આજે (28 ફેબ્રુઆરી) નિવૃત્ત થઈ રહ્યા છે.

Share This Article