સેન્સેક્સ નિફ્ટી 14 મહિના બાદ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 86026 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ વધી 26,306 સુધી પહોંચ્યો છે, જે ઓલટાઇમ હાઇ લેવલ છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી સેન્સેક્સ નિફ્ટી નવા ઉંચા શિખરે પહોંચ્યા છે.
શેરબજારમાં આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા છે. સેન્સેક્સ 136 પોઇન્ટ વધી 85,745 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના સુધારા સાથે 85800 ઉપર ટ્રેડિંગ કરી રહયો છે. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ વધી 26,261 ખુલ્યો હતો.
એશિયન શેરબજારમાં તેજી, જાપાનીઝ નિક્કેઇ
એશિયન શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે. જાપાનીઝ નિક્કેઇ 600 પોઇન્ટ વધ્યો છે. તો હોંગકોંગ 95 પોઇન્ટ, તાઈવાન 130 પોઇન્ટ, શાંઘાઇ, કોરિયાના શેરબજારો પણ એકંદરે વધ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ 75 પોઇન્ટ મજબૂત છે.
ટાટા કેપિટલે મંગલમ ડ્રગ્સમાં હિસ્સો વેચ્યો, શેર 10 ટકા તૂટ્યો
ટાટા કેપિટલે બે ડિલમાં મંગલમ ડ્રગ્સ અને ઓર્ગેનિક્સ કંપનીમાં 3.47 ટકા હિસ્સો વેચ્યો છે. આ ડીલમાં 33.54 રૂપિયા પ્રતિ શેરના ભાવ 4.44 લાખ શેર વેચ્યા છે, તેનાથી 1.49 કરોડ રૂપિયા મળ્યા છે. તો 1.05 લાખ શેર 33.36 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચતા 35.02 લાખ રૂપિયા મળ્યા છે. ટાટા કેપિટલ દ્વારા હિસ્સો વેચવાથી આજે બીએસઇ પર મંગલમ ડ્રગ્સ કંપનીના શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગી હતી અને શેર ભાવ 29.61 રૂપિયા થયો હતો. પાછલા દિવસનો શેરનો બંધ ભાવ 32.82 રૂપિયા હતો.