Thursday, Oct 23, 2025

શેરબજારમાં આજે સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 લેવલે સ્પર્શ્યો

2 Min Read

શેરબજાર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં તૂટ્યા બાદ આજે સુધર્યા છે. સેન્સેક્સ આજે 824.5 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પાંચ દિવસ (12 જૂન) બાદ ફરી પાછો 25000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધતા આજે રોકાણકારોની મૂડી રૂ. 3.59 લાખ કરોડ વધી છે.

શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે જબરસ્ત ઉછાળો આવતા સેન્સેક્સ 82000 અને નિફ્ટી 25000 લેવલ કુદાવી ગયા હતા. સેન્સેક્સ 800 પોઇનટ ઉછળી 82000 લેવલ કુદાવી 82186 ની ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટથી વધુ વધીને ઉપરમાં 25045 સુધી પહોંચ્યો હતો. આજના ઉછાળામાં ભારતી એરટેલ, મહિન્દ્રા મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયા સેન્સેક્સના ટોપ 3 ગેઇનર સ્ટોક બન્યા હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 500 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

ક્રૂડ ઓઇલના ભાવ 5 મહિનાની ટોચથી ઘટ્યા
ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલના ભાવ ઉછળી 79 ડોલર પ્રતિ બેરલની 5 મહિનાની ટોચે પહોંચ્યા હતા. જો કે WTI ક્રૂડ ઓઇલ વાયદો 74.25 ડોલરની ટોચ બનાવ્યા બાદ હાલ સાધારણ ઘટાડે 73.77 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહ્યું છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઓગસ્ટ વાયદો 2.3 ટકા ઘટીને 77 ડોલર આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આ ક્રૂડ વાયદો તાજેતરમા 79 ડોલરની ટોચે પહોંચ્યો હતો.

એશિયન બજારોઆ મિશ્ર વલણ
જ્યારે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે એશિયન બજારો મોટાભાગે વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે યુએસ શેરબજાર બંધ રહ્યું હતું અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વધારો થવાના ચેતવણી પર યુએસ સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા હતા.

એશિયન બજારમાં જાપાનનો નિક્કી 0.13 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.51 ટકા અને કોસ્ડેક 0.41 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ નબળા શરૂઆતનો સંકેત આપે છે.

Share This Article