Thursday, Oct 23, 2025

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

2 Min Read

સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 403 પોઈન્ટ તૂટ્યો હતો. જે 11.17 વાગ્યે 290.22 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોએ આજે રૂ. 6.07 લાખ કરોડ ગુમાવી છે. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 1902 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી છે.

નિફ્ટી પણ 23300નું સપોર્ટ લેવલ તોડી 23250.90 થયો હતો. જે 11.24 વાગ્યે 95.90 પોઈન્ટ તૂટી 23285.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ખાતે આજે 35 શેર ઘટાડા તરફી અને 15 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી50 ખાતે અદાણી એન્ટરપ્રાઈઝિસ 3.56 ટકા, ઈન્ફોસિસ 0.89 ટકા, ગ્રાસીમ 0.87 ટકા ઉછાળે તો ઓપોલો હોસ્પિટલ 6.18 ટકા, આયશર મોટર્સ 5.99 ટકા, શ્રીરામ ફાઈનાન્સ 2.89 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

મંગળવારે સવારે 9.24 વાગ્યા સુધી, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 12 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બાકીની 18 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 30 કંપનીઓના શેર રેડ ઝોનમાં નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ઇન્ફોસિસના શેર મહત્તમ 0.86 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઝોમેટોના શેર મહત્તમ 2.25 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે પાવર ગ્રીડના શેરમાં 1.69 ટકા, ટાટા મોટર્સ 1.30 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.06 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.88 ટકા, એનટીપીસી ૦.૮૫ ટકા, એચડીએફસી બેંક 0.80 ટકા, સન ફાર્મા 0.73 ટકા, બજાજ ફિનસર્વ 0.72 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.67 ટકા, ટાઇટન 0.64 ટકા, ટાટા સ્ટીલ 0.52 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.42 ટકા, અદાણી પોર્ટ્સ 0.32 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 0.32 ટકા, ટીસીએસ 0.32 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.26 ટકા અને ટેક મહિન્દ્રાના શેરમાં 0.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Share This Article