શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઉછાળે ખુલ્યા બાદ એકંદરે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79408 સામે 300 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 79728 ખુલ્યો હતો. જો કે અમુક બ્લુચીપ શેર ઘટતા માર્કેટનો આરંભિક ઉછાળો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ 100 પોઇન્ટના સુધારે ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24125 સામે આજે 24185 ખુલ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડ્સઇન્ડ બેંક 5 ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, પાવરગ્રીડ, એશિયન પેઇન્ટ અને ભારતી એરટેલ શેર 1 ટકાના ઘટાડે ટોપ 5 લૂઝર હતા. બેંક નિફ્ટી 130 પોઇન્ટ વધીને જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 150 પોઇન્ટ ડાઉન હતો.
ઝારખંડમાં 16,500 કરોડ રૂપિયાના અલ્ટ્રા સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે Coal India એ દામોદર વેલી કોર્પોરેશન સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. તે જ સમયે, કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 8491.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો પણ નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક રૂ. 35,779.8 કરોડ રહી. સોમવારે Coal Indiaના શેર રૂ. 400.70 ના વધારા સાથે બંધ થયા.
બ્રિગેડ એન્ટરપ્રાઇઝ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપનીએ બેંગલુરુ નજીક લગભગ 20 એકરમાં ફેલાયેલા વિકાસ પ્રોજેક્ટ માટે સંયુક્ત વિકાસ કરાર (JDA) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટનું કુલ વિકાસ મૂલ્ય આશરે રૂ. 175 કરોડ છે. સોમવારે કંપનીના શેર 2.5 ટકાના વધારા સાથે ₹1,010.20 પર બંધ થયા હતા.