G-૭ કોન્ફરન્સમાં PM મોદી-મેલોનીની સેલ્ફીએ મચાવી ધૂમ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-૭ સમિટમાંથી ભારત પરત ફર્યા છે. તેમણે તેમની મુલાકાતને ઉપયોગી ગણાવી અને ઈટાલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીની ઈટાલી મુલાકાત પહેલા પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઉત્સુકતા ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાતને લઈને હતી. G-૭માં બંને નેતાઓની મુલાકાત પણ ખૂબ જ શાનદાર રહી અને બંનેએ એકબીજાને હાથ જોડીને અભિવાદન કર્યું.

વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે PM મોદી સાથે જોવા મળી રહ્યા છે. PM મોદી સાથે હાથ મિલાવતી વખતે તે ૫ સેકન્ડના આ વીડિયોમાં કહે છે, ‘મેલોડી ટીમ તરફથી હેલો.’ આ તરફ PM મોદીએ પણ મેલોનીની X પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું કે, ભારત-ઇટાલી મિત્રતા અમર રહે!

નોંધનિય છે કે, G-૭ નેતાઓની બેઠક ગુરુવારે યોજાઈ હતી. તેમાં યુએસ પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સામેલ હતા. આ દરમિયાન ઉદ્ઘાટન ભાષણમાં વિશ્વ નેતાઓએ કહ્યું કે દક્ષિણ ઇટાલીને ગ્લોબલ સાઉથને મજબૂત સંદેશ આપવા માટે G-૭ સમિટ માટે પસંદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-