Thursday, Oct 30, 2025

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઇ, જાણો કેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત હતા

2 Min Read

ગુજરાતના ગોધરા કાંડ સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2002ના ગોધરા રમખાણના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે, તેમની સુરક્ષા માટે CISFના 150 સૈનિકો તૈનાત હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ગૃહ મંત્રાલયે SITની ભલામણ રિપોર્ટના આધારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટવવાનો નિર્ણય લીધો છે. ગોધરા કાંડ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવા પોતાની રિપોર્ટ આપી હતી.

કયા સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ

  • હબીબ રસુલ સૈય્યદ
  • અમીનાબેન હબીબ રસુલ સૈય્યદ
  • અકીલાબેન યાસીનમીન
  • સૈય્યદ યુસુફભાઈ
  • અબ્દુલભાઈ મરિયમ અપ્પા
  • યાકુબભાઈ નૂરન નિશાર
  • રજકભાઈ અખ્તર હુસૈન
  • નાઝીમભાઈ સત્તારભાઈ
  • મજીદભાઈ શેખ યાનુશ મહામદ
  • હાજી મયુદ્દીન
  • સમસુદ્દીન ફરીદાબાનુ
  • સમસુદ્દીન મુસ્તફા ઈસ્માઈલ
  • મદીનાબીબી મુસ્તફા
  • ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા

ગોધરા કાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમા અયોધ્યાથી પરત આવેલા કાર સેવકો સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જે ડબ્બામાં બેઠા હતા તેને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જેમા 27 મહિલા અને 10 બાળકો પણ સામેલ હતા. ઉપરાંત સાબરમતી ટ્રેનમાં સવાર અન્ય 48 મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવતા સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકાર રાજ્યમાં સેના મોકલી પડી હતી.

Share This Article