Monday, Dec 22, 2025

રાજા રઘુવંશી હત્યાકાંડમાં વપરાયેલ બીજું હથિયાર મળ્યું, તપાસમાં થયો મોટો ખુલાસો

4 Min Read

ઇન્દોરના પ્રખ્યાત રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિગતો પ્રમાણે મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના મોબાઇલ કોલ ડિટેલ્સ પરથી જાણવા મળ્યું છે કે, તે ઘટના પહેલા સંજય વર્મા નામના યુવક સાથે સતત સંપર્કમાં હતી. 1 માર્ચથી 25 માર્ચ દરમિયાન સોનમે સંજય વર્માને 112 વાર ફોન કર્યા હતા જેનાથી હવે શંકા વધુ ઘેરી બની છે કે, માત્ર રાજ કુશવાહ જ નહીં પરંતુ અન્ય લોકો પણ હત્યાના કાવતરામાં સામેલ હોઈ શકે છે. હાલમાં પોલીસ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે સંજય વર્મા કોણ છે?

થોડા દિવસો પહેલા સોનમની વારાણસીથી ગાઝીપુરની મુસાફરીની વાર્તામાં એવું પણ બહાર આવ્યું હતું કે, તેની સાથે બે વધુ લોકો હતા. ગાઝીપુરના સૈદપુરની રહેવાસી ઉજાલા યાદવે દાવો કર્યો હતો કે, 8 જૂનની રાત્રે જ્યારે તે લખનૌથી વારાણસી આવી અને અહીંથી ગાઝીપુર જવા માટે બસ પકડવા ગઈ ત્યારે તે સમયે સોનમ ત્યાં હતી. તેણે ગોરખપુર જવા વિશે પૂછ્યું. ઉજાલાએ દાવો કર્યો હતો કે, સોનમ સાથે બે યુવકો હતા જેમાંથી એકે સફેદ શર્ટ પહેર્યો હતો અને બંનેએ પોતાના ચહેરા ઢાંક્યા હતા. ઉજાલા કહે છે કે,સોનમ પહેલા ટ્રેન દ્વારા ગોરખપુર જવા માંગતી હતી પરંતુ ટ્રેન સવારની હતી તેથી તે બસમાં ચઢી ગઈ. ઉજાલાએ એમ પણ જણાવ્યું હતું કે, બસની મુસાફરી દરમિયાન જ્યારે તે સોશિયલ મીડિયા પર રાજા રઘુવંશી હત્યા કેસ સંબંધિત વીડિયો જોઈ રહી હતી ત્યારે સોનમે તેને આમ ન કરવા કહ્યું. સોનમે ઉજાલાનો ફોન માંગ્યો અને એક નંબર ટાઇપ કર્યો પરંતુ ફોન ન કર્યો અને પછી ફોનમાંથી નંબર ડિલીટ કરી દીધો.

ઢાબા માલિકે પણ કંઈક આવું જ કહ્યું
સોનમે પહેલા ગાઝીપુરના કાશી ટી સ્ટોલ પરથી તેના ભાઈ ગોવિંદને ફોન કર્યો હતો. ચાના સ્ટોલના માલિક સાહિલ યાદવે કહ્યું હતું કે, સોનમની હાલત ખરાબ નથી, પરંતુ તે નજીકના વાહનમાંથી નીચે ઉતરીને દુકાન પર પહોંચી હતી. સોનમની ધરપકડ થયા પછી પોલીસ માની રહી હતી કે તેના અન્ય સાથીઓ પણ આ સમગ્ર ઘટનામાં સામેલ હતા. હવે કોલ રેકોર્ડમાં સંજય વર્માનું નામ દેખાતાં પુષ્ટિ થાય છે કે, બીજા કોઈએ પણ તેને મદદ કરી હતી.

આ તરફ હવે પોલીસ પણ અનેક સવાલોના જવાબ શોધવામાં લાગી છે કે, શું સોનમને મદદ કરનાર સંજય વર્મા હતા? , શું સોનમને વારાણસી લાવવામાં સંજયની કોઈ ભૂમિકા હતી? અને શું બે યુવાનોમાંથી એક ઉજાલા યાદવ સંજય વર્મા વિશે વાત કરી રહ્યો હતો? જોકે પોલીસને શંકા છે કે, આરોપીઓએ નકલી નામે સિમ કાર્ડ લીધું હશે અને તેનો ઉપયોગ કર્યો હશે. પોલીસનું કહેવું છે કે, સોનમ અને તેના સાથીઓએ નકલી નામે સિમ કાર્ડ લીધું હોવાની પૂરી શક્યતા છે.

શિલોંગ પોલીસ ઇન્દોર પહોંચી
મંગળવારે શરૂઆતમાં, શિલોંગ પોલીસ રાજા રઘુવંશીના ઇન્દોરમાં ઘરે પહોંચી હતી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. પોલીસે રાજાની માતા અને બંને ભાઈઓ સાથે લગભગ એક કલાક સુધી વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન સોનમ રઘુવંશીના વર્તન અને ઘટનાઓ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. શિલોંગ પોલીસે ઘટના પહેલા સોનમના વર્તન, તેના પરિવાર સાથેના તેના સંબંધો અને હનીમૂન ટ્રીપ સાથે સંબંધિત પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શિલોંગ પોલીસે રાજાની હત્યા કર્યા પછી સોનમ જ્યાં રહેતી હતી તે ફ્લેટની તપાસ કરી હતી.

બીજું હથિયાર પણ મળી આવ્યું
મંગળવારે જ શિલોંગ પોલીસે હત્યા સ્થળ પર ગુનાના દ્રશ્યોનું રિકન્ટ્રક્શન કર્યું. આ પ્રક્રિયા દરમિયાન બીજું હથિયાર જે અત્યાર સુધી ગુમ હતું તે પણ ખાડા નજીકથી મળી આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે, રાજાની હત્યામાં બે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક પહેલાથી જ મળી આવ્યું હતું, બીજું હવે રિકન્ટ્રક્શનદરમિયાન મળી આવ્યું છે. શિલોંગ પોલીસે થોડા દિવસો પહેલા સોનમની પૂછપરછ કર્યા પછી સ્પષ્ટતા કરી હતી કે, આ કોન્ટ્રાક્ટ કિલિંગનો કેસ નથી. રાજ કુશવાહાએ તેના મિત્રો આકાશ, વિશાલ અને આનંદને હત્યા માટે તૈયાર કર્યા હતા. કોઈ મોટી રકમ આપવામાં આવી ન હતી તેના બદલે રાજે ખર્ચ માટે ફક્ત 59,000 રૂપિયા આપ્યા હતા.

Share This Article