કેજરીવાલને વચગાળાના જામીન અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો SCનો ઇનકાર

Share this story

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે મંગળવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલના સ્વાસ્થ્ય તપાસ માટે વચગાળાના જામીનને ૭ દિવસ સુધી લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે સીએમ કેજરીવાલ તરફથી હાજર રહેલા વકીલ અભિષેક સિંઘવીને પૂછ્યું કે, ગયા અઠવાડિયે જ્યારે ચીફ જસ્ટિસ દત્તા બેઠા હતા ત્યારે કેજરીવાલની અરજીનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો ન હતો.

હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી મળેલ વચગાળાના જામીન પર બહાર છે. તેની મુદત આગામી ૧ જૂનના રોજ પૂર્ણ થવાની છે. તે પહેલા તેમણે સ્વાસ્થ્ય તપાસ માટે જામીનની મુદતમાં વધારો કરવાની અરજી કરી હતી. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં ડોક્ટરની સલાહને જોડીને અરજી કરી હતી કે તેમની ધરપકડ બાદ ૬-૭ કિલો જેટલું વજન ઘટ્યું છે. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું વજન ૭ કિલો ઘટી ગયું છે અને કીટોનનું સ્તર ઘણું વધી ગયું છે. તેમને કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સરનું લક્ષણ ગણાવતા, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ડોક્ટરોએ તેમને PET-CT સ્કેન સહિત અનેક ટેસ્ટ કરાવવા કહ્યું છે અને આ માટે તેમને સમયની જરૂર છે.

કેજરીવાલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે, તબીબી પરીક્ષણોને ધ્યાનમાં રાખીને તેમના વચગાળાના જામીન એક સપ્તાહ સુધી લંબાવવામાં આવે અને તેમને ૨ જૂનને બદલે ૯ જૂને આત્મસમર્પણ કરવાની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચો :-