ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ લોકોના મોત

Share this story

ગુજરાત રાજ્યમાં ગરમીથી લૂ લાગવા સહિતના કારણે કુલ ૧૬ વ્યક્તિના મૃત્યુ થયુ છે. જેમાં સુરતમાં ૯, વડોદરામાં ૪ અને મોરબી-જામનગર-રાજકોટમાં ૧-૧એ જીવ ગુમાવ્યો છે. એકલા વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી ૨૩ લોકોનાં મોત થયા છે. તેમજ હૃદય રોગના હુમલા, બેભાન થઈ જવા, હીટસ્ટ્રોક લાગવો, વૉમિટિંગ, ચક્કર સહિતના કસ્સાઓમાં વધારો થયો છે.

કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ ૨૪ કલાકમાં ૧૦ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. ત્યારે બીજી તરફ હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં ૧૨ વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ૮ દર્દીઓ હીટવેવની અસરના કારણે સારવાર લઈ રહ્યા છે અને સ્મીમેર હોસ્પિટલમાં ૪ દર્દીને સારવાર અપાઈ છે. વડોદરામાં ડિહાઇડ્રેશન, લૂ લાગવી, ગભરામણ, હ્રદયરોગના હુમલાથી ૩ લોકોના મોત થયા છે. ૭૭ વર્ષીય કિશનરાવ દીઘે, ૩૯ વર્ષીય જગદીશ પટેલ, ૬૨ વર્ષીય કરશનભાઈનું મોત થયું છે.

વડોદરામાં જાંબુઆ બાયપાસ પાસે હાઉસિંગ મકાનમાં ૬૩ વર્ષીય શાંતાબેન જશુભાઈ મકવાણા રહેતા હતા. અતિશય ગરમીમાં છેલ્લાં એક અઠવાડિયાથી શાંતાબેનની તબિયત બગડી હતી અને બીમાર થઈ ગયા હતા. ત્યારે બુધવારે રાત્રે શાંતાબેન બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

અટલાદરાના વસાવા મહોલ્લામાં ૩૫ વર્ષીય નવીનભાઈ મયૂરભાઈ વસાવા રહેતા હતા. તેઓ છુટક મજૂરી કરતા હતા. ૪ મહિના અગાઉ તેમને ખેંચ આવતા તેમને સારવાર કરાવી હતી. જેમાં તેમને સારૂ થઈ જતા તેઓએ દવા બંધ કરી દીધી હતી. ત્યારે બુધવારે બપોરે કાળઝાળ ગરમીમાં તેમને તાવ આવ્યો હતો અને ખેંચ આવતા સારવાર માટે ગોત્રી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :-