Thursday, Oct 23, 2025

હરિયાણામાં સ્કૂલ બસ ખાઈમાં ખાબકી, 16 બાળકો ઈજાગ્રસ્ત

2 Min Read

હરિયાણાના પંચકુલામાં શનિવારે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 16 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક પ્રશાસને ઘાયલોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટિક્કર તાલ રોડ પર થલ ગામ પાસે બસ પલટી ખાઈ ગઈ અને ખાઈમાં પડી ગઈ. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અહેવાલો અનુસાર, સ્કૂલ બસનો ડ્રાઈવર તેજ ગતિએ બસ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન મોરની નજીક ટીકર તાલ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પંજાબના માલેરકોટલામાં આવેલી નનકાના સાહિબ સ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો ફરવા માટે પંચકુલાના મોરની હિલ્સ જઈ રહ્યા હતા. બસ અચાનક પલટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો :-

Share This Article