Sunday, Nov 2, 2025

ગુજરાતમાં આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

2 Min Read

ગુજરાતમાં આવનારા દિવસોમાં હવે વરસાદનું જોર ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. દેશમાં જૂનમાં શરૂ થનારું ચોમાસું અડધા કરતાં વધારે પૂરું થઈ ગયું છે અને હવે વરસાદ ગુજરાત પરથી ખસીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ જશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

કાયમી 7 દિવસ વરસાદની રાત - ગુજરાત હવામાન સારા સમાચાર ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળો માટે વરસાદની આગાહી – News18 ગુજરાતી

ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ કેટલાક જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. હાલની સ્થિતિ પ્રમાણે બે દિવસ સુધી અડધા ગુજરાતમાં વરસાદનું જોર રહેશે અને અડધા ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે.

રવિવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. હાલ મૉન્સૂન ટ્રફ ઉત્તરમાં હિમાલયના પહાડોની નજીક છે જેથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે, પરંતુ મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઓછું થઈ જશે.

હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ રહી નથી, એટલે કે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના નથી. જેથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતમાં 15 ઑગસ્ટ સુધી ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાતી નથી પરંતુ ઑફ શૉર ટ્રફ રેખા થોડી સક્રિય હોવાને કારણે વલસાડ, નવસારી, સુરત, ડાંગ તથા તાપી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થતો રહે તેવી સંભાવના છે.

જોકે, રાજ્યમાં સાવ જ વરસાદ બંધ થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 20 ઑગસ્ટ સુધી નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

આ પણ વાંચો :-

Share This Article