વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગ એ દાવો કર્યો છે કે તેની ફલેગશિપ સાબુ બ્રાન્ડ સંતૂર હવે હિન્દુસ્તાન યુનિલિવરના લાઇફબોયને પાછળ છોડીને ભારતની સૌથી મોટી સાબુ બ્રાન્ડ બની ગઈ છે.
કંપનીનો દાવો છે કે સંતૂત્રે 2025 માં રૂ.2,850 કરોડની આવક કરી હતી. જે લાઇફબોયને પાછળ છોડી દીધી હતી. જ્યારે લક્સ ત્રીજા સ્થાને છે. જો કે, કંપનીઓને તેમની બ્રાન્ડ્સ માટે વ્યક્તિગત આવક જાહેર કરવાની જરૂર નથી. તેથી આ આંકડા ચકાસવા મુશ્કેલ છે.
વિપ્રો કન્ઝ્યુમર કેર કહે છે કે તેણે અનેકસ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરી છે અને તેના લીડ્સ પર વિશ્વાસ છે. WCCL ના CEO વિનીત અગ્રવાલે કહ્યું, અમારી અને લાઇફબોય વચ્ચે નોંધપાત્ર અંતર છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીના AC નીલ્સનના ડેટા અનુસાર, સંતૂરનો બજાર હિસ્સો 8.7% હતો. જ્યારે લાઇફબોયનો 12.2% અને લક્સનો 12.2% હતો.
પરંતુ અગ્રવાલે આ આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું. ગ્રામીણ વિસ્તારોમાં સંતૂર ખૂબ જ મજબૂત છે. જ્યારે AC નીલ્સન પેનલ ગ્રામીણ બજારોને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી. આંધ્રપ્રદેશ. તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંતૂરનું વેચાણ વધુ છે. એવું લાગે છે કે AC નીલ્સન પેનલ આ રાજ્યોને પૂરતું વજન આપતું નથી.
દરમિયાન, હિન્દુસ્તાન યુનિલિવરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારી બ્રાન્ડ્સની સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ ડેટાસ્ત્રોતો જોઈએ છીએ. આમાં પ્રકાશિત કંપની પરિણામો અને નીલ્સન અને કાંતારના ડેટાનો સમાવેશ થાય છે.