Wednesday, Mar 25, 2026

ઈદ પર ધમાલ મચાવશે સલમાન ખાનની ફિલ્મ સિકંદર, અત્યાર સુધી આટલી કરી કમાણી

2 Min Read

ઈદ પર સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદર રજૂ થશે. સલમાનના ચાહકો ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે જ ફિલ્મે શાનદાર કલેકશન કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે એડવાન્સ બુકિંગ શરૂ થયાના પ્રથમ દિવસે જે 1.27 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના સમગ્ર ભારતમાં 8829 શોની મળીને 46815 ટિકિટ વેચઈ હતી. જ્યારે બ્લોક સીટમાં 5.34 કરોડની કમાણી થઈ હતી.

બ્લોક સીટો સહિત ફિલ્મની ટિકિટ 5 કરોડ 41 લાખ રૂપિયાથી વધુની વેચાઈ છે. ટ્રેડ ટ્રેકર સેકેનિલ્કના અહેવાલ મુજબ, દિલ્હીમાં સૌથી વધુ ટિકિટો વેચાઈ હતી. અહીં 23.56 લાખ રૂપિયાની ટિકિટ બુક કરવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્ર આવે છે, જ્યાં 22.17 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. દરમિયાન, રાજસ્થાનમાં સલમાનની ફિલ્મ માટે અત્યાર સુધીમાં 14.24 લાખ રૂપિયાની ટિકિટ બુક થઈ ગઈ છે.

એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત, ‘સિકંદર’ સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં સલમાન અને રશ્મિકા ઉપરાંત અંજિની ધવન, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને સત્યરાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઈદના અવસર પર સલમાનની આ બ્લોકબસ્ટર ફિલ્મ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હવે દર્શકો આ ફિલ્મ મોટા પડદા પર આવે તેની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર પહેલા જ ફિલ્મના ગીતોએ ધૂમ મચાવી હતી. ફિલ્મનું સિકંદર નાચે ગીત પણ ચાહકોને ખૂબ ગમ્યું છે. સિકંદરમાં જાણીતા દિવંગત ગાયિકા લતા મંગેશકર દ્વારા ગવાયેલું સુપરહિટ ગીત લગ જા ગલે પણ ફરીથી બનાવવામાં આવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ ગીતને સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુરે અવાજ આપ્યો છે. સિકંદર ફિલ્મનું ગીત લગ જા ગલે ટ્રેલરમાં રશ્મિકા ગાતી જોવા મળે છે. આ સમયે સલમાન અને રશ્મિકાનો રોમાંસ બતાવવામાં આવ્યો છે.

Share This Article