Saturday, Sep 13, 2025

યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાનો ભયાનક હુમલો – યુક્રેનમાં તબાહી

1 Min Read

રશિયા-યુક્રેન યુદ્ધ ફરીથી ભડક્યું છે! યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેન એરફોર્સના દાવા મુજબ રશિયન સેનાએ એક સાથે 570થી વધુ ડ્રોન અને 40 મિસાઈલો ઝિંકીને ભયાનક તબાહી મચાવી છે.

તાજા હુમલામાં રશિયાએ મુખ્યત્વે યુક્રેનના પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. હુમલામાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે, થોડા દિવસો પહેલાં જ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં યુદ્ધ સમાપ્ત કરવાની આશા દેખાઈ હતી. પરંતુ તાજા હુમલા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને દેશો પાછીપાની કરવા તૈયાર નથી અને યુદ્ધ વધુ ઉગ્ર બનતું જાય છે.આ હવાઈ હુમલાએ ફરીથી વિશ્વભરમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટેની માંગ વધુ તેજ થઈ છે.

Share This Article