Thursday, Oct 23, 2025

રૂપાણી હવે ગુજરાતમાં ચૂંટણી નહીં લડે ? હવે રાજકોટ પશ્ચિમ બેઠક પર નવા ઉમેદવારની શોધ

2 Min Read

Rupani won’t contest elections in Gujarat

  • ભાજપ હાઇકમાન્ડે શુક્રવારના રોજ ગઇકાલે પૂર્વ CM વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢની જવાબદારી સોંપતા હવે રાજકોટ પશ્ચિમ બેઠક પર નવા ઉમેદવારની શોધખોળના સંકેત.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી પૂર્વે તમામ પક્ષોમાં કંઇક ને કંઇક નવાજૂની તો થતી રહેવાની. ત્યારે ચૂંટણી પૂર્વે રાજકોટ પ્રશ્ચિમ બેઠકને (Rajkot East Seat) લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે.

ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની કરી હતી જાહેરાત :

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઇ :

મહત્વનું છે કે, ભાજપે ગઇકાલે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. જેમાં બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે.

હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article