Tuesday, Apr 22, 2025

બંગલાદેશમાં આર્થિક ક્રાઇસિસ વચ્ચે વીજ સંકટનું જોખમ

2 Min Read

બંગલાદેશમાં શેખ હસીના સરકારના તખતાપલટ પછી આર્થિક સંકટ ઘેરું બની રહ્યું છે. અદાણી ગ્રુપ બંગલાદેશમાં વીજ સપ્લાય કરે છે. કંપનીએ એના વીજ સપ્લાય માટેના બિલ 50 કરોડ ડોલર (આશરે રૂ. 4200 કરોડ)નાં લેણાંની માગ કરી છે, કેમ કે એ રકમ સતત વધતી જાય છે. જેથી ચુકવણીમાં વિલંબને કારણે કંપનીના ચેરમેન ગૌતમ અદાણીએ બંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી ઉચ્ચારી છે.

મોહમ્મદ યુનુસ પોતાના ભાષણોમાં સતત આકરું વલણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારતે આ વિચાર ત્યાગી દેવો જોઈએ કે શેખ હસીના જ બાંગ્લાદેશમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે છે. મુખ્ય સલાહકારના વિશેષ સહાયક મહફૂઝ આલમે મોહમ્મદ યુનુસના હવાલાથી કહ્યું, ‘આપણે ભારતની સાથે સારા સંબંધ રાખવાની જરૂર છે પરંતુ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવા જોઈએ.

નવી સરકાર અદાણી ગ્રુપને વીજ ચુકવણીમાં વિલંબ કરી રહી છે. બંગલાદેશ 500 મિલિયન ડોલરની ચુકવણીમાં પાછળ પડી ગયું છે. પેમેન્ટ યુનુસ વહીવટી તંત્ર માટે એક ગંભીર પડકાર બન્યું છે. વળી,યુનુસે અદાણી સાથે થયેલા વીજ સોદાને મોંઘો બતાવ્યો છે, જે શેખ હસીનાના કાર્યકાળમાં કરવામાં આવ્યો હતો.

અદાણી પાવરે કહ્યું હતું કે વધતા નાણાકીય ટેન્શન છતાં બંગલાદેશને વીજ સપ્લાય કરવાનું જારી રાખવામાં આવશે. અમે બંગલાદેશ સરકારની સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને સરકારને એ સ્થિતિથી માહિતગાર કરી દીધી છે. અમે ના માત્ર વીજ સપ્લાયનું કમિટમેન્ટ પૂરું કરી રહ્યા છે, પણ અમારા દેવાદારો અને સપ્લાયકર્તાઓ પ્રત્યે કમિટમેન્ટ પૂરું કરી રહ્યા છે. કંપનીએ કહ્યું હતું કે હાલમાં અમારો ગોડ્ડા પ્લાન્ટ ભારતીય ગ્રિડથી જોડાયેલો નથી. આવામાં કોઈ વૈકલ્પિક સપ્લાયની શોધ કરવાનો સવાલ જ નથી ઊભો થતો.

આ પણ વાંચો :-

Share This Article