બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટીની પ્રચંડ જીત, ઋષિ સુનકે સ્વીકારી હાર

Share this story

ઇંગ્લેન્ડમાં આજે મત ગણતરી ચાલી રહી છે. આ વખતે બ્રિટેનમાં સુનકની સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ છે. લેબર પાર્ટીને બહુમતી મળી છે. જણાવી દઈએ કે અહીં ગુરુવારે મતદાન થયું. આ ચૂંટણીમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં ૬૫૦ મતદારક્ષેત્રો માટે ઉમેદવારો મેદાનમાં હતા. બે મુખ્ય પક્ષો ઉપરાંત લિબરલ ડેમોક્રેટ્સ, ગ્રીન પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP), SDLP, ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP), સિન ફીન, પ્લેઇડ સિમરુ, રિફોર્મ પાર્ટીએ પણ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દેશભરમાં લગભગ ૪૦,૦૦૦ મતદાન મથકો પર લગભગ ૪ કરોડ ૬૦ લાખ મતદારોએ મતદાન કર્યું હતું.

There were cheers': Architects react to Rishi Sunak's general election call

અગાઉ મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી હતી. BBC-Ipsos એક્ઝિટ પોલમાં Keir Starmerની આગેવાની હેઠળની લેબર પાર્ટી ૪૧૦ બેઠકો જીતશે તેવો દાવો કરાયો, જ્યારે વર્તમાન PM ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૧૩૧ બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.

યુકેમાં ૬૫૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યા સુધી મતદાન થયું હતું. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, જે મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે લેબર પાર્ટી ૧૪ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીને ૬૫૦માંથી ૧૩૧ બેઠકો મળવાની આશા હતી. જ્યારે લેબર પાર્ટીને ૪૧૦ સીટો જીતવાની આશા હતી.

આ પણ વાંચો :-