ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ છે. જેની અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છએ. આ વચ્ચે સોમવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના લેટેસ્ટ ભાવ જાહેર કર્યા છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશના કેટલાક મોટો શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ખાસ વધારો થયો નથી.
ઇરાનના એનર્જી ક્ષેત્રો પર ઇઝરાયલ દ્વારા હુમલો કરાતા ક્રૂડ ઓઇલમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેંટનો ભાવ 75 ડોલરની પાસે પહોંચ્યો છે. ઇરાની મીડિયા અનુસાર સપ્તાહના અંતમાં ઇઝરાયલી ડ્રોન દ્વારા ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો. જેનાથી બે પ્રાકૃતિક ગેસ પ્રોસેસિંગ યુનિટને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત તેહરાન નજીક મેઇન ઓઇલ ડેપોને નિશાન બનાવાયુ.
ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
| ભાવનગર | 96.11 | 91.77 |
| જામનગર | 94.11 | 89.78 |
| રાજકોટ | 94.27 | 89.94 |
| સુરત | 94.37 | 90.06 |
| વડોદરા | 94.11 | 89.78 |