સુરત શહેરના યુવાનો માટે નોકરી મેળવવાનો ઉત્તમ અવસર સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં CT Scan અને MRI Technician માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ જગ્યાઓ માટે વોક-ઇન ઈન્ટરવ્યુનું આયોજન કરાયું છે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને સીધા ઈન્ટરવ્યુના આધારે નોકરી આપવામાં આવશે.
આ ભરતી કરાર આધારિત છે અને પસંદ થયેલ ઉમેદવારને દર મહિને રૂ. 40,000 ફિક્સ પગાર આપવામાં આવશે. કુલ 2 જગ્યાઓ માટે ભરતી થવાની છે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થાથી B.Sc (Physics)ની ડિગ્રી હોવી જરૂરી છે તેમજ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.
સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટ | સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયન |
જગ્યા | 2 |
વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 12-5-2025 |
ઈન્ટવ્યુ સ્થળ | નીચે આપેલું છે |
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11 માસ માટે કરાર આધારિત સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયનની કુલ 2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
શૈક્ષણિક લાયકાત
- સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ ટેક્નીશિયનની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી B.Sc (Physics)ની ડિગ્રી કરેલી હોવી જોઈએ.
- ઉમેદવારને સમાન ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ
- શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારે આ લેખમાં આપેલી જાહેરાત વાંચવી.
વય મર્યાદા અને પગાર ધોરણ
- એસએમસસી દ્વારા બહાર પાડેલી સીટી સ્કેન અને એમ.આર.આઈ ટેક્નીશિયનની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- આ પોસ્ટ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારે ₹ 40,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.