ગુજરાતમાં ડુંગળીના ભાવ ઘટવાના સંકેત મળી રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક થતાં વાહનોની લાઇનો પણ લાગી છે. જેના પગલે નવી આવક માટે કામચલાઉ રોક લગાવામાં આવી છે.
માત્ર એક જ દિવસમાં એકીસાથે 15,000 થી વધુ રેકોર્ડબ્રેક ડુંગળીની ગુણીની આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે, અને નવી આવક માટે રોક લગાવવામાં આવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા છે, અને પોતાની જુદી જુદી જણસોને વેચાણ અર્થે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે.
મગફળી અને કપાસની નવી આવક થયા બાદ હવે આ વખતે ડુંગળીનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો 225થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા, અને લાંબી કતાર લગાવી હતી.
આ પણ વાંચો :-