વૈશ્વિક અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2015 માં “ક્વોન્ટિકો” થી હોલીવુડની સફર શરૂૂ કરી હતી. હવે, વૈશ્વિક મનોરંજન ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કર્યાના લગભગ એક દાયકા પછી, અભિનેત્રીએ તાજેતરમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડી દેવા વિશે ખુલીને વાત કરી. મને “ગંદકીમાં રહેવાનું નથી ગમતુ” તેમણે બે અભિનેત્રીઓનું નામ પણ આપ્યું. જેમણે તેમને હોલીવુડમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી.
પ્રિયંકા ચોપરા તાજેતરમાં અમાન્ડા હિર્શના “નોટ સ્કિની બટ નોટ ફેટ” પોડકાસ્ટ પર દેખાઈ હતી. વાતચીત દરમિયાન, તેમણેએ હોલીવુડ જવાના તેના નિર્ણયની ચર્ચા કરી. તેમણે શરૂૂઆતના દિવસોને યાદ કરતા, પ્રિયંકાએ ખુલાસો કર્યો કે, તેમણે કારકિર્દીના શિખર દરમિયાન, તેમના બોલિવૂડમાં કેટલાક પ્રતિકૂળ સંબંધો હતા. જેના કારણે અભિનેત્રીએ હોલીવુડ જવાનું નક્કી કર્યું.
જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે, તે અમેરિકન ફિલ્મ ઉદ્યોગમાં કેમ કામ કરવા માંગે છે, ત્યારે તેણે કહ્યું, “જ્યારે હું ભારતમાં કામ કરતી હતી, ત્યારે મને મર્યાદિત લાગતું હતું. હું જોવા માંગતી હતી કે, ત્યાં બીજું શું છે. મિન્ડી કલિંગ અને ઐશ્વર્યા રાય સિવાય, હોલીવુડમાં ખૂબ ઓછી સ્ત્રી કે પુરુષ ભારતીય કલાકારો હતા. મને આશ્ચર્ય થયું કે અમને તે પ્રતિનિધિત્વ કેમ ન મળ્યું. વાતચીત દરમિયાન પ્રિયંકાએ કહ્યું, “કંઈ પણ સરળ નથી. આપણા બધા પાસે એવી લડાઈઓ હોય છે જે આપણે લડવી પડે છે અને સંભાળવી પડે છે. હું એવી વ્યક્તિ છું જેને ગંદકીમાં રહેવું ગમતું નથી કારણ કે પછી તમને ગંધની આદત પડી જાય છે. હું પરિવર્તનમાં ખૂબ જ વિશ્વાસ રાખું છું. જ્યારે જીવન મુશ્કેલ બને છે, ત્યારે આપણે મનુષ્ય તરીકે ખૂબ જ મજબૂત છીએ; આપણી પાસે પોતાને ઉપાડવાની, પોતાને સાફ કરવાની, ભાવનાત્મક બનવા માટે થોડો સમય કાઢવા અને પીડા અનુભવવાની અને પછી ફેરફારો કરવાની ક્ષમતા હોય છે.”