રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ ઘટીને 5.5% થઈ ગયો છે. મુંબઈ ટુર પેકેજ
RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 4 જૂનથી શરૂ થઈ હતી અને આજે તેનો છેલ્લો દિવસ હતો., બેઠકના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા નિર્ણયોની જાહેરાત કરી હતી. રેપો રેટ વધુ ઘટતા સામાન્ય લોકોને ફાયદો થશે, ખાસ કરીને લોનના EMI સસ્તા થશે.
અગાઉ બે વાત રેપો ઘટાડવામાં આવ્યો:
છેલ્લી MPC બેઠકમાં, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આનાથી રેપો રેટ 6.25 થી ઘટીને 6 ટકા થયો હતો, આ બેઠક 2025 માં 7, 8 અને 9 એપ્રિલના રોજ યોજાઈ હતી.
MPCના સભ્યો:
MPC માં RBI ના ત્રણ સભ્યો અને સરકાર દ્વારા નિયુક્ત ત્રણ બાહ્ય સભ્યોનો સમાવેશ થાય છે. RBI ના સભ્યોમાં ગવર્નર સંજય મલ્હોત્રા, ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજન છે, જ્યારે બાહ્ય સભ્યોમાં નાગેશ કુમાર, સૌગત ભટ્ટાચાર્ય અને પ્રોફેસર રામ સિંહનો સમાવેશ થાય છે. આ કમિટી દર બે મહીને બેઠક કરે છે અને મોનિટરી પોલિસી અંગે મહત્વના નિર્ણયો લે છે.