ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની આજે ગુરુવારે બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પુણે ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી, પરંતુ મેચમાં આર. અશ્વિન બોલિંગ કરવા આવ્યો કે તરત જ તેણે કીવી ટીમના કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો. પ્રથમ સેશનના અંત સુધીમાં આર. અશ્વિને 2 વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે આર અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે.

ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન ટોમ લાથમને અશ્વિને એલબીડબલ્યુ આઉટ કરી દીધો અને તે 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ વિકેટ સાથે જ અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લિયોનની 187 વિકેટની બરાબરી કરી લીધી હતી. ત્યારબાદ વિલ યંગના રૂપમાં ન્યૂઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં પોતાની બીજી વિકેટ લેતાંની સાથે જ અશ્વિને નાથન લિયોનનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ 187 વિકેટના વર્લ્ડ રેકોર્ડને તોડીને વિશ્વનો નંબર 1 બોલર બની ગયો છે. ન્યૂઝીલૅન્ડ આ સીરિઝમાં 1-0થી આગળ છે.
WTCના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર
- આર અશ્વિન- 189
- નાથન લિયોન- 187
- પેટ કમિન્સ- 175
- મિશેલ સ્ટાર્ક- 147
- સ્ટુઅર્ટ બ્રોડ- 134
આર. અશ્વિને પુણે ટેસ્ટના પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી છે. પ્રથમ સેશનમાં 2 વિકેટ લઈને અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ સાથે અશ્વિને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોનને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી આ લિસ્ટમાં નાથન લિયોન નંબર વન પર હતો. નાથનના નામે 43 મેચમાં 187 વિકેટ છે. હવે અશ્વિને માત્ર 39* મેચમાં આ આંકડો પાર કર્યો છે. અશ્વિને તેના નામે 188 વિકેટ નોંધાવી છે.
આ પણ વાંચો :-