ટાટા ગ્રુપના માલિક રતન ટાટા હવે આ દુનિયામાં નથી. થોડા દિવસો પહેલા સમગ્ર દેશે તેમને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી હતી. તેમની અંતિમ યાત્રામાં રતન ટાટાનો પાલતુ શ્વાન પણ સામેલ હતો. પરંતુ શું તમે જાણો છો કે રતન ટાટાના નિધન પછી તેમનો પ્રિય શ્વાન ટીટો પણ કરોડપતિ બની ગયો છે. હા, રતન ટાટાએ ટીટોને તેમના વારસામાં 10 હજાર કરોડ રૂપિયાનો માલિક બનાવ્યો છે, જેથી કરીને તેમના મૃત્યુ પછી પણ ટીટો વૈભવી જીવન જીવી શકે. રતન ટાટાના વારસામાં અન્ય ઘણા લોકોના નામ પણ મોજૂદ છે.
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ તેમના લાંબા સમયથી સહયોગી શાંતનુ નાયડુને પણ તેમની વસિયતમાં સામેલ કર્યો છે. ટાટાએ RNT ઓફિસના જનરલ મેનેજર નાયડુના વેન્ચર ગુડફેલોમાં પોતાનો હિસ્સો શાંતનુના નામે કર્યો છે. તેમણે નાયડુના શિક્ષણ માટેની લોન પણ માફ કરી દીધી છે. ‘ગુડફેલો’ એ 2022માં શરૂ કરાયેલ વરિષ્ઠ નાગરિકો માટે સબસ્ક્રિપ્શન-આધારિત સાથી સેવા છે. કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કરનાર શાંતનુ નાયડુ રતન ટાટાનો સૌથી યુવા મિત્ર છે. નાયડુ 2017થી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સાથે ટાટા ગ્રુપ સાથે કામ કરનારા શાંતનુ નાયડૂ પરિવારની પાંચમી પેઢી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રતન ટાટા પાસે 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેમાં સમુદ્ર કિનારે 2,000 ચોરસ ફૂટનો બંગલો, જુહુમાં 2 માળનું મકાન, રૂ. 350 કરોડની ફિક્સ ડિપોઝિટ, ટાટા સન્સમાં 0.83% હિસ્સો અને ટાટા ગ્રૂપમાં $165 બિલિયનનો હિસ્સો સામેલ છે. હુરુન રિચ લિસ્ટ 2024 મુજબ, ટાટા સન્સના 0.83% સ્ટોકનું કુલ મૂલ્ય રૂ. 7,900 કરોડ છે, જ્યારે તેની બજાર કિંમત રૂ. 16.71 લાખ કરોડ અંદાજવામાં આવી છે.
રતન ટાટાએ તેમના વકીલ ડેરિયસ ખંબાટા અને નજીકના મિત્ર મેહલી મિસ્ત્રીને તેમની વસિયતના અમલકર્તા બનાવ્યા છે. રતન ટાટાએ 9 ઓક્ટોબર 2024ના રોજ 86 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. તેમના ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-