Sunday, Sep 14, 2025

યૌન શોષણના આરોપી પ્રજ્વલ રેવન્નાની SIT દ્વારા બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ

3 Min Read

સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી ગણાતા જનતા દળના સાંસદ પ્રજ્વલ રેવન્નાની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે તેની ધરપકડ કરનારી ટીમમાં તમામ મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ મામલો સામે આવ્યો ત્યારથી પ્રજ્વલ ભારતની બહાર હતો. જર્મનીથી પરત આવતાં જ પોલીસે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી હતી.

પ્રજ્વલ રેવન્ના કોણ છે, કઈ કલમ હેઠળ તેના વિરુદ્ધ કેસ નોંધાયો, જાણો ધરપકડ બાદ હવે આગળ શું થશે?પ્રજ્વલ રેવન્ના પર આરોપ છે કે તેણે સેંકડો મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો. જ્યારે રેવન્નાનો વીડિયો લીક થયો તાત્કાલિક તે જર્મની નાસી ગયો. આ દરમિયાન જેડીએસે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. રેવન્ના અંગે ખૂબ વધુ રાજકારણ પણ થયું હતું. કોંગ્રેસે ભાજપ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેણે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનાર આરોપીનો સાથ આપ્યો. આવું એટલા માટે કહેવામાં આવ્યું કેમ કે ભાજપ અને જેડીએસનું ગઠબંધન હતું.

JDS નેતા પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ છે. ૨૬ એપ્રિલના રોજ, બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઈવ મળી આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પેન ડ્રાઈવમાં ૩ હજારથી ૫ હજાર વીડિયો છે. પેનડ્રાઈવમાં હાજર વીડિયોમાં પ્રજ્વલ મહિલાઓને જાતીય સતામણી કરતો જોઈ શકાય છે. મામલો વધતાં રાજ્ય સરકારે SITની રચના કરી હતી. પ્રજ્વલ રેવન્ના સામે ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ દુષ્કર્મ અને એક જાતીય સતામણીનો છે. પ્રજ્વલ સામે પહેલો કેસ ૨૮ એપ્રિલના રોજ હાસનના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં ૪૭ વર્ષીય ભૂતપૂર્વ નોકરાણી દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. મહિલાએ રેવન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બીજો કેસ ૬૦ વર્ષની અન્ય મહિલાએ નોંધાવ્યો હતો. તેણે પણ JDS નેતા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય SIT દ્વારા વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, પ્રજ્વલ વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી અને બ્લેકમેલિંગની FIR નોંધવામાં આવી હતી.

એસઆઈટી હાસન સાંસદને આજે કોર્ટની સામે રજૂ કરશે. તેની ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી માગવામાં આવી શકે છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ એ નિર્ણય કરશે કે રેવન્નાને કેટલા દિવસ માટે કસ્ટડીમાં મોકલવાનો છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે એક અઠવાડિયાનો રિમાન્ડ એસઆઈટીને સોંપવામાં આવી શકે છે. કસ્ટડી મળ્યા બાદ એસઆઈટી રેવન્નાની વીડિયો સ્કેન્ડલમાં પૂછપરછ કરશે અને અન્ય આરોપીઓના નામ જાણવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો :-

Share This Article