Thursday, Oct 23, 2025

ચાર વર્ષની બાળકીને ઈજા પહોંચાડવાના આક્ષેપથી રાજકોટ કંપાયું, જાણો

2 Min Read

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવાના ગંભીર આરોપે શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. બાળકીની માતાએ સ્કૂલની શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇજા પહોંચાડવા, પોક્સો એક્ટ, અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે તેણે માતાને ગુપ્તાંગમાં દુખાવાની ફરિયાદ કરી. શરૂઆતમાં માતાએ તેને ગરમીના કારણે બળતરા માની, પરંતુ બીજા દિવસે બાળકીના ગુપ્તાંગમાંથી ચીકણો પદાર્થ અને પરુ નીકળતું જોતાં માતાને શંકા જાગી. તેમણે તાત્કાલિક બાળકીના પિતાને જાણ કરી, અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગમાં ઇજા થઈ હોવાનું જણાયું. બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તે બે દિવસથી સારવાર હેઠળ છે. બાળકીએ સ્કૂલના સ્ટાફના ફોટા જોતાં શિક્ષિકા મિત્તલબેન પર આરોપ મૂક્યો, જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી.

આ ગંભીર કેસમાં શિક્ષિકા વિરુદ્ધ પોક્સો, એટ્રોસિટી ઍક્ટ તેમજ ઇજા પહોંચાડવા જેવી IPCની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેસની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને બાળકીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

હાલમાં પોલીસ દ્વારા શિક્ષિકા મિતલબેનના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં નૈતિકતાની સીમાઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શાળાની મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના હજી એકવાર એ વાત પર ભાર મૂકે છે કે બાળકોની સુરક્ષા માટે શાળાઓમાં જાગૃતતા અને કડક નિયમો ફરજિયાત છે. પેરેન્ટ્સ માટે પણ જરૂરી છે કે બાળકમાં થતી કોઈ પણ શારીરિક કે માનસિક અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક પગલું ભરે.

Share This Article