Tuesday, Dec 23, 2025

રાજકોટમાં મોટો અકસ્માત! ગાડી નાળામાં ખાબકી, 2 સરકારી કર્મચારીઓનું કરૂણ મૃત્યુ

1 Min Read

રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ મોડીરાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઈજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રેક્ટ બેઝ ડ્રાઇવરનાં મોત નીપજ્યાં છે. ભાવનગરથી પરત રાજકોટ ફરતા સમયે મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોળાઈમાં સરકારી ગાડી રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી, જેમાં કારચાલક અને માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઈજનેરના અધિકારીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સ્થાનિક રાહદારીએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત રાત્રિના સમયે થયો હતો, પરંતુ સવાર સુધી કોઈને જાણ ન થતા બંને મૃતદેહો કલાકો સુધી ઘટનાસ્થળે જ પક્યા રહ્યા હતા. સવારે સ્થાનિકો દ્વારા અકસ્માતગ્રસ્ત કાર અને મૃતદેહો જોવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

રાજકોટ ભાવનગર-હાઇવે પર મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે રોડની સાઈડનું ડિવાઈડર તોડી બોલેરો કાર 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. રાત્રિના 11 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. આજે સવારે સ્થાનિક રાહદારીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ-ભાવનગર રોડ પર અકસ્માતમાં મૃતકના નામ

  • ચંપક છનજી પટેલ, યાંત્રિક કાર્યપાલ ઈજનેર, રાજકોટ
  • જાવેદ યુનુશભાઈ પઢીયાર, ડ્રાઇવર
Share This Article