Thursday, Oct 23, 2025

રાજસ્થાન પોલીસે આરોપી નરેશ મીણાની ધરપકડ કરી

3 Min Read

રાજસ્થાનના ટોંકમાં દેવલી-ઉનિયારા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. એ દરમ્યાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ પહેલા SDMનો કોલર પકડ્યો હતો અને પછી લાફો માર્યો હતો. નરેશ મીણાનો આરોપ હતો કે EVM મશીન પર તેમનું ચૂંટણી ચિહ્ન ઝાખું દેખાતું હતું, એને કારણે મીણાની SDMથી ચડસાચડસી થઈ હતી.એ ઘટના પર જ્યારે મીણાને પોલીસ પકડીને લઈ ગઈ, ત્યારે સમરાવતા ગામના લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. પોલીસની ગાડીને આગના હવાલે કરી દેવામાં આવી હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો એના જવાબમાં પોલીસે પણ હવાઈ ફાયરિંગ કર્યું હતું. હવે પોલીસે મીણાની ધરપકડ કરી છે.

ટોંક હિંસા કેસના આરોપી નરેશ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં SDM ના મોઢા પર થપ્પડ માર્યાનો કોઈ અફસોસ દર્શાવ્યો ન હતો. નરેશ મીણાએ કહ્યું કે, SDM ની કોઈ જાતિ નથી હોતી. હું તેને માર્યો હોત, પછી ભલે તે કોઈપણ જાતિનો હોય. તેમના માર્ગ બદલવાનો આ એકમાત્ર ઉપાય છે. નરેશ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે અમે તેમના આગમનની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અમારા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જ્યારે હું બેહોશ થઈ ગયો ત્યારે હું અહીં હતો અને મારા સમર્થકો મને હોસ્પિટલ લઈ ગયા. નરેશ મીણાએ કહ્યું કે, મારા સમર્થકો મને બીજા ગામમાં લઈ ગયા જ્યાં મેં આખી રાત આરામ કર્યો. જે કાંઈ થયું તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.

હિંસા અને તંગદિલીના વાતાવરણ વચ્ચે પોલીસ સંપૂર્ણ તૈયારી સાથે ગામમાં પ્રવેશી અને આરોપી નરેશ મીણાની ધરપકડ કરી. નરેશ મીણાની ધરપકડ કરવા માટે પોલીસ ભારે ફોર્સ સાથે ગામની અંદર ગઈ છે. મીડિયાને ગામમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા હતા. પોલીસ આરોપીની ધરપકડ કરીને તેને પોતાની સાથે લઈ જઈ રહી છે.

નરેશે આ સમગ્ર ઘટના અંગે કલેક્ટરને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે સવારે સાત વાગ્યાથી અમને કોઈ સાંભળી રહ્યુ ન હતું. પોલીસ પણ જવાબ આપી રહી ન હતી. કલેક્ટર તો 45 કિમી દૂર મહેંદી લગાવી બેઠા હતા. કલેક્ટર આવી જતાં આ તો ઘટના ન બનતી. ઉલ્લેખનીય છે કે મતદાન બૂથ પર નરેશ તેમના સાથીઓ સાથે લાઠી-ડંડાઓ લઈને આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article