Saturday, Nov 1, 2025

ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ

2 Min Read

ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. વિદાય લે એ પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, નવરાત્રી પહેલા વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

Red alert in these parts of Gujarat; IMD forecasts very heavy rain till July 24 | DeshGujarat

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article