ગુજરાતના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતા બુધવારે નવ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, દેવભૂમિ દ્વારકામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે બનાસકાંઠા અને કચ્છમાં બે-બે અને રાજકોટ અને સુરતમાં એક-એક વ્યક્તિના મોત થયા હતા. લાઇટિંગ હડતાલ અને પૂરના કારણે મૃત્યુ થયાં છે. તો આજે પણ વહેલી સવારથી મેઘરાજા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેમાં પંચમહાલના લીમખેડામાં બપોર 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 32 મીમી વરસાદ નોંધાયો છે.
રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં કુલ 61 લોકોના મૃત્યુ સીઝનમાં થયા છે. છેલ્લા 24 કલાક માં 8 લોકોના મૃત્યુ થયા છે, જે દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં થયા છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રેસ્ક્યૂ કરવાઆની ફરજ પડી છે. કુલ રેસ્ક્યુ 435 રેકસ્યું કરવામાં આવ્યા છે. જ્યારે 215 લોકોને રેસ્ક્યુ અને 800થી વધુ લોકોને શિફ્ટ કરાયા છે.
છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન આજે રાજ્યમાં આણંદના બોરસદમાં સૌથી વધુ છે જ્યારે તીલકવાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ 75.50 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી મુજબ આજે 12 તાલુકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તથા આણંદ, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-