બિહારમાં વરસાદ અને વીજળી આફત બની, મહિલા સહિત ૧૦ લોકોનાં મોત

Share this story

બિહારના છ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે ૧૦ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાગલપુર, મુંગેર, જમુઇ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને અરરિયા જિલ્લાઓમાં આ મોત થયા છે.

बिहार में आसमान से बरसी आफत, ठनका गिरने से महिला समेत 10 लोगों की मौत

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે છેલ્લા ૨૪ કલાકમાં વીજળી પડવાથી આઠ લોકોનાં થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. મુખ્યપ્રધાનના કાર્યાલયે કરેલી જાહેરાત મુજબ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મુખ્યમંત્રીના કાર્યાલયના જણાવ્યા અનુસાર વીજળી પડવાને કારણે ભાગલપુર અને મુંગેર જિલ્લાઓમાં બે-બે, જમુઇ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને અરરિયામાં એક-એકનું મોત થયું છે.  મુખ્યમંત્રીએ ખરાબ હવામાન દરમિયાન ઘરમાં રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની સલાહ અને સૂચનો પણ ધ્યાનમાં લેવા જણાવ્યું છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં વરસાદને કારણે બાલકની તૂટી પડતા ૧૨ વર્ષના છોકરા અને તેની ૬ વર્ષની બહેનનું મોત થયું છે. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગે કેરળના સાત જિલ્લાઓમાં ખૂબ જ વધારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી ઓરેન્જ એલર્ટ જારી કરી છે. જ્યારે સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે.  દિલ્હીમાં આજે મોટે ભાગે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડયો હતો. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-