સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રીસ હેર સલૂન એન્ડ વેલનેસ સ્પાની આડમાં ચાલતી ગેરપ્રવૃતિ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાંથી સંચાલક અનિતા શ્રીધર જંજીરરાલા, નીતા પાંડુરંગ ચાફલકર સહિત ભોગ બનનાર 3 લલનાઓને ઝડપી લેવામાં આવી હતી.
રૂપિયાના બદલામાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહક તરિકે આવેલા બીપીન નરેશભાઈ ઠક્કર, જીતેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લઈને તેમની સામે ઇમ્મોરાલ ટ્રાફિક એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી
તમને જણાવી દઈએ કે, આ ઓપરેશન દરમિયાન સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવા છતાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા આ રેકેટ બંધ થવાનું નથી લઇ રહ્યા. પોલીસની સતર્કતાથી આવા ગુનાઓ બહાર આવે છે પરંતુ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે વધુ કડક પગલાં અને સમાજ જાગૃતિની જરૂર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે