Saturday, Nov 1, 2025

રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના બન્યા નવા સ્પીકર

2 Min Read

રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સોમવારે તેઓ બિનહરીફ ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. રવિવારે, તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની સામે સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ સમયે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને ચંદ્રકાંત પાટીલ પણ સ્થળ પર હાજર હતા.

મહાવિકાસ આઘાડીના કોઈપણ ધારાસભ્યએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી ન હતી. સ્પીકર હંમેશા બહુમતી ધરાવતા પક્ષમાંથી ચૂંટાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં મહાયુતિ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે. આ કારણોસર, આ ગઠબંધનની સરકાર બનાવવામાં આવી છે અને હવે આ ગઠબંધનના નેતાને પણ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રની કોલાબા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ વિધાનસભા મતવિસ્તાર મુંબઈનો ભાગ છે. રાહુલ અગાઉ શિવસેનાનો હિસ્સો હતા, પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળી અને તેઓ NCPમાં જોડાયા. જો કે, NCPની ટિકિટ પર તેમને માવલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બાદ પણ તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. હવે તેમને સ્પીકરનું મહત્ત્વનું પદ આપવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે તેમને મહારાષ્ટ્ર એસેમ્બલીના સ્પીકર તરીકે નિયુક્ત કર્યા, કારણ કે તેમની સામે અન્ય કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી. રાહુલ નાર્વેકરના પિતા પણ કોલાબાના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા.

આ પણ વાંચો :-

Share This Article