આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ૧૨ વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના હતા.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અયોધ્યામાં જે રીતે ભાજપ હારી ગયું તેમ ગુજરાતમાં પણ હારવાનું છે. વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે જો પીએમ મોદી વારાણસીમાં મુશ્કેલીથી જીત્યા. બહુ ઓછા માર્જિનથી જીત્યા છે, ત્યાં તેઓ માત્ર 1 લાખ મતોથી જીત્યા હતા. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતથી જ કોંગ્રેસનું નવસર્જન થશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યામાં ભાજપે નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો છે. એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે. પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાનું કોઇ ન હતું. રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં કોઇ ગરીબ જોવા મળ્યું નહી. ભાજપે અયોધ્યા પર રાજકારણ કર્યું. ભાજપે ભગવાન રામનું રાજકારણ કર્યું જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી ચુંટણી લડવા માંગતા હતા તેના માટે ૩ વખત સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે નેગેટિવ આવતાં તેઓ વારાણસી ચૂંટણી લડ્યા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર ફાઇનલ હતી. વારાણસીમાં પણ તેમની પાતળી સરસાઇથી જીત થઇ છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારા નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવશે. તે રાજ્ય કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે અને તેમની સાથે વાતચીત કરશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું આખા ગુજરાતમાં મને ઘણા લોકોના ફોન આવ્યા છે, જે લોકોની સાથે ભાજપ શાસનમાં અન્યાય થયો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ન્યા માટે લડે છે. તેમણે કહ્યું કે ભાજપ પર વિશ્વાસ હતો, તેમણે ન્યાય મળ્યો નહી અને તે રાહુલ ગાંધી સમક્ષ પોતાની વાત રજૂ કરવા માંગે છે, એટલા માટે અમે રાહુલ ગંધીને પણ તેમની સાથે વાત કરવાનો અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો :-