Monday, Dec 8, 2025

હરિયાણામાં હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

2 Min Read

હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક ફટકારી છે અને કોંગ્રેસ પાર્ટી જીતતા જીતતા હારી ગઈ છે. પરિણામો સામે આવતાની સાથે જ કોંગ્રેસની રણનીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે. હરિયાણાની હાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ચૂંટણીના પરિણામો બાદથી રાહુલ ગાંધી ગાયબ હતા. ન તો તેમણે કોઈ નિવેદન આપ્યું કે ન તો તેમણે સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કર્યું. હવે, હરિયાણામાં પરિણામના લગભગ 24 કલાક બાદ, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આજે તેમણે પોતાનું મૌન તોડ્યું અને હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવ્યા અને કહ્યું કે, તેઓ અધિકારો, સામાજિક-આર્થિક ન્યાય અને સત્ય માટે સંઘર્ષ ચાલુ રાખશે.

Rahul Gandhi: हरियाणा- JK चुनावी रिजल्ट पर राहुल गांधी पहला बयान जानें क्या कहा?

રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાડે ઈવીએમ પર સવાલ ઊભા કર્યા છે. ઉદિત રાજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.

રાજ્યમાં ભારતની જીત એ બંધારણની જીત છે, લોકશાહી સ્વાભિમાનની જીત છે.” હરિયાણાની સ્થિતિ વિશે લખ્યું કે, “અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરીશું. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાગ પરિશ્રમ માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો, સામાજિક અને આર્થિક ન્યાય, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.

આ પણ વાંચો :-

Share This Article