ભાજપ સાંસદ કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા શિવ બારાતને લઈને આપવામાં આવેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. કંગના રનૌતે કહ્યું કે, “આપણી લોકશાહીમાં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. શું પીએમ લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને ચૂંટાય છે?” તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો આવી વાતો કરે છે તેઓ દરરોજ બંધારણને ઠેસ પહોંચાડે છે. આવતીકાલે તેઓ કહેશે કે ચામડીના રંગના આધારે વડાપ્રધાનની પસંદગી થશે. શું તેઓ લોકશાહીનું સન્માન કરતા નથી? તેઓનો(રાહુલ ગાંધી) ટેસ્ટ થવો જોઈએ, તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે.
કંગના રનૌત આ પહેલા પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરી ચૂકી છે. કંગનાએ 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સૂચન કર્યું કે કોંગ્રેસના નેતાએ તાત્કાલિક કોઈ ઉપચાર કરવો જોઈએ. 18મી લોકસભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા દરમિયાન કંગના રનૌતે રાહુલ ગાંધીના ભાષણને બેજવાબદાર ગણાવ્યા હતા.
કંગના રનૌતે શનિવારે 27 જુલાઈના રોજ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રદર્શનની પણ આકરી ટીકા કરી હતી. તેણે સમારંભમાં એક પ્રદર્શનને ખૂબ જ અશ્લીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અશ્લીલતાનું પ્રદર્શન ડાબેરીઓ દ્વારા ઓલિમ્પિક ગેમ્સને હાઇજેક કરવાનું પરિણામ છે.
લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી, જેમાં ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુનું મૃત્યુ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જે ‘ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે તેનાથી કરોડો લોકોને નુકસાન થયું છે. અમે આ ચક્રવ્યૂહને તોડી નાખીશું. તેને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. INDIA બ્લોક આ સદનમાં બાંયધરીયુક્ત કાનૂની MSP પસાર કરશે. આ જ સદનમાં જાતિની વસ્તી ગણતરી અમે પાસ કરાવીને તમને બતાવીશું”
આ પણ વાંચો :-