આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ દિવસ એટલે કે ૨૧મી મે દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૧ માં, તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમના આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. આત્મઘાતી બોમ્બરે બેલ્ટ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં રાજીવ ગાંધી સહિત ઘણા લોકો માર્યા ગયા હતા.
વાસ્તવમાં રાજીવ ગાંધી એક ચૂંટણી સભામાં ભાગ લેવા માટે શ્રીપેરમ્બદુર ગયા હતા. રાજીવ ગાંધી મીટીંગ પહેલા લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ વધી રહ્યા હતા, ત્યારે લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમની એક મહિલા સભ્ય, જેણે પોતાના કપડામાં વિસ્ફોટકો છુપાવ્યા હતા, તેણે રાજીવ ગાંધીના પગને સ્પર્શ કરવાના બહાને વિસ્ફોટ કર્યો. અચાનક જોરદાર ધડાકા સાથે ધુમાડાનો એક વિશાળ બલૂન ઉછળ્યો. ધુમાડો સાફ થયો ત્યાં સુધીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સહિત ત્યાં હાજર લોકોના મૃત્યુ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારથી રાજીવ ગાંધીની યાદમાં ૨૧મી મેના રોજ આતંકવાદ દિવસ મનાવવામાં આવે છે.
મલ્લિકાર્જુન ખડગેએ એક્સ પર લખ્યુ, ૨૧ મી સદીના આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતીય માહિતી ક્રાંતિના જનક, પંચાયતીરાજ સશક્તિકરણના સૂત્રધાર, અને શાંતિ અને સદ્ભાવના પ્રદાતા, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન રાજીવ ગાંધીજીના બલિદાન દિવસ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ, ભારતને એક સુદ્રઢ અને સશક્ત રાષ્ટ્ર બનાવવામાં તેમના ઉલ્લેખનીય યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.
જ્યાં તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી સંગઠન લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમની સભ્ય હતી. તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા અને તેણી પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું. ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય ૨૫ જેટલા લોકોના મોત થયા હતા. આ આંતરિક આતંકવાદની ઘટનામાં આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા હતા.
આ પણ વાંચો :-